Thursday, October 25, 2012

આઈ આઈ ટી દિલ્હી અને હાર્વર્ડ બીઝનેસ સ્કૂલમાંથી એમ બી એ કરેલા રજત ગુપ્તાની આજકાલ


અમેરિકી કોર્ટે ગોલ્ડમેન સાક્સના ભૂતપૂર્વ નિર્દેશક ૬૩ વર્ષીય રજત ગુપ્તાને બે વર્ષની કારાવાસની સજા ફટકારી છે અને તેમને પ૦ લાખ ડોલર (આશરે ૨૬.પ૦ કરોડ રૂપિયા)નો દંડ પણ કર્યો છે. વોલ સ્ટ્રીટની નામાંકિત હસ્તી રહેલા ગુપ્તાને કોર્ટે ગત ૨૧મી જૂને ઇનસાઇડર ટ્રેડિંગ કૌભાંડમાં દોષિત ઠરાવ્યા હતા.

ગુપ્તાની સજા પૂરી થયા પછી એક વર્ષ સુધી તેમના કામકાજ પર દેખરેખ રાખવાનો પણ કોર્ટે નિર્દેશ આપ્યો છે. આગામી વર્ષની ૮મી જાન્યુઆરીથી તેમની સજા શરૂ થશે. હાઇકોર્ટમાં અરજી કરવા સુધીના સમય માટે જામીન આપવાનો પણ કોર્ટે ઇનકાર કર્યો છે. ગુપ્તાએ શ્રીલંકન બિઝનેસમેન રાજ રાજારત્નમને ગોલ્ડમેન સાક્સ સાથે સંબંધિત ગુપ્ત માહિ‌તી પહોંચાડી હતી અને તેના બદલામાં નાણા લીધા હતા. સરકારી વકીલે ગુપ્તાને ૮થી ૧૦ વર્ષની કેદની સજા કરવાની માગણી કરી હતી.રજત ગુપ્તાની પ્રગતિ અને પતન

પ્રગતિ : ૧૯૭૧માં આઇઆઇટી- દિલ્હીથી ગ્રેજ્યુએટ થયેલા રજતે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી એમબીએ કર્યું હતું. ૨૦૦૩માં મેકેન્જીમાંથી રાજીનામું આપીને ૨૦૦૬માં ગોલ્ડમેન સાક્સ બોર્ડમાં ડિરેક્ટર બન્યા હતા. ૨૦૦૭માં પીએન્ડજીના બોર્ડમાં ડિરેક્ટર નિયુક્ત કરાયા હતા.

પતન : ૨૦૦૮ની ૨૯મી જુલાઇએ રજત અને ગેલિયન હેજ ફંડના સ્થાપક રાજ રાજારત્નમ વચ્ચે ગુપ્ત વાતચીત થઇ હતી. ૨૦૦૮ની ૨૩મી સપ્ટેમ્બરે બર્કશાયર કંપની વિશે રાજારત્નમને માહિ‌તી આપી હતી. ૨૦૧૦ની ૧૩મી એપ્રિલે ધ વોલ સ્ટ્રીટ જર્નલે રજતના આ કામનો ખુલાસો કર્યો હતો.

બાળપણમાં માતા-પિતાને ગુમાવ્યા પછી છેલ્લા ૧૮ મહિ‌ના સૌથી વધુ પડકારના રહ્યા છે. મેં સમગ્ર જીવનમાં જે ઇજ્જત બનાવી હતી, તે બધી ગુમાવી દીધી છે. - રજત ગુપ્તા (ચુકાદા પછી)


Source: Divya Bhaskar

No comments:

Post a Comment