Sunday, July 22, 2012

પ્રામાણિકતા, નૈતિક મૂલ્યોનું જતન એ સાચી દેશભક્તિઃ નારાયણ મૂર્તિ


મારો પ્રશ્ન છે નારાયણ મૂર્તિને કે શું ખરેખર ગ્રેજ્યુએટ થનાર છોકરો કે છોકરી પ્રમાણિકતા કે નૈતિક મુલ્યોને માને છે ? - લેકચર આપવું અલગ વસ્તુ છે અને તેને કૃતાર્થ કરી બતાવવું અલગ

આઇઆઇટીમાંથી ડિગ્રી લઇને જનાર વિદ્યાર્થીઓએ પારદર્શક કામગીરી, ભ્રષ્ટાચારમુક્ત વહીવટ, સારામાં સારૂ શિક્ષણ અને ઉંચામાં ઉંચી ગુણવત્તા થકી આગળ વધવાનું છે. દરેક વિદ્યાર્થીઓએ પ્રમાણિકતા અને નૈતિક મુલ્યોનું જતન કરવુ એ જ સાચી દેશભકિત હોવાનું ઇન્ફોસીસના સલાહકાર અને ફાઉન્ડર એન.આર. નારાયણ મૂર્તિએ જણાવ્યુ હતુ.
  • IIT ગાંધીનગરનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો
  • ૮૬ વિદ્યાર્થીઓને પદવી, ૨૦ વિદ્યાર્થીઓને મેડલ, એવોર્ડ એનાયત કરાયા
ચાંદખેડા-ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રથમ પદવીદાન સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલા નારાયણ મૂર્તિએ વધુમાં જણાવ્યુ હતુ કે 'આપણા દેશને વિશ્વ સમક્ષ મજબુત દેશ તરીકે રજુ કરવો એજ સાચી શીખ છે. એ ત્યારે જ સાર્થક થશે જ્યારે વિદ્યાર્થીઓ નૈતિક મુલ્યો, ગુણવત્તા, અને ઇનોવેશન થકી સાચી દેશ ભક્તિ દર્શાવે. જો આપણે એવી રીતે નહી વર્તીએ તો લોકશાહીનો જલ્દી અંત આવશે.જો તમારે સફળતા મેળવી હોય તો કોઇપણ પ્રોડકટ સસ્તી, સારી, ઝડપી, કઇ રીતે બનાવી શકાય તેના પ્રયત્નો હંમેશા કરવા જોઇએ. બીજુ કે તેમાં કોઇપણ પ્રકારના જાતિ ભેદ, ધર્મ ભેદ, રાષ્ટ્ર ભેદ, અને ઘમંડ વગર ટીમ વર્કથી કામ કરવુ જોઇએ. હેતુ ને લક્ષ્ય સાથે સારૂ પર્ફોમન્સ આપશો તો તમારી સારા નાગરીક તરીકેની ઓળખ ઉભી થશે અને લોકો તેમને સ્વીકારતા થશે. આ રીતે દેશને તમે મજબુત રાષ્ટ્ર બનાવી શકશો.

તેમણે ઉમેર્યું કે 'ભારતમાં શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા હોવી જોઇએ જેથી અમેરિકાના વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ માટે આવે' પ્રસંગે આઇઆઇટી ગાંધીનગરના ડિરેક્ટર સુધીર જૈન અને કાઉન્સીલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચના પુર્વ ડિરેક્ટર ડો. માશેલકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેમિકલ ઇજનેરીના ૨૦, ઇલેકટ્રિકલ ઇજનેરીના ૪૧, મિકેનીકલ ઇજનેરીના ૨૫ એમ કુલ બેચલર ઓફ ટકેનોલોજીના ૮૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. જ્યારે ૨૦ વિદ્યાર્થીઓને મેડલ અને એવોર્ડ એનાયત કરાયા હતા. મિકેનીકલ ઇજનેરીની સ્વેતવા ગાંગુલીને બે ગોલ્ડ મેડલ અને બે એવોર્ડ એનાયત કરાયા હતા.

Source: Sandesh

No comments:

Post a Comment